ગુજરાત રાજ્યમાં વધુ એક વાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર ફૂટ્યું, પરીક્ષા રખાઇ મોકૂફ

રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યાની માહિતી મળી છે. ૨૯-૦૧-૨૦૨૩ ના રોજ લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર એક વ્યક્તિ પાસેથી મળી આવતા, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9 લાખ 52 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ - 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછીથી નવી તારીખ જાહેર કરાશે. તેની આપ સૌ નોંધ લેસો.

ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટીસ નીચે મુજબ છે.


વધુ નવું વધુ જૂનું